નામ | યાકુબ કોઠારીયા |
જન્મ તારીખ | ૦૧/૦૮/૧૯૫૮ |
મૂળ | રોજકા |
જન્મ સ્થળ | રોજકા- ધંધુકા |
કાયમી રહેઠાણ | રોજકા- ધંધુકા,સુરેન્દ્રનગર |
શિક્ષણ | એમ.એ.-ગુજરાતી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. |
હોદ્દો | તલાટી |
જોબ જોડાવાની તારીખ | ૦૮/૦૭/૧૯૮૦ |
ઇ-મેઇલ | યાકોઠારીયા00૭@જીમેલ.કોમ |
“હવે છેલ્લે છેલ્લે – બાકી – હાલાતે સફરે આખેરત”
“ગરવીગુજરાતનો ગૌરવવંતો તલાટીકમમંત્રી આખરે નિવૃત થયો.”
અમે
નામે-યાકુબ કોઠારિયા
ઉર્ફે- વાય.બી.કોઠારિયા.
ઉર્ફે- યાકુબભાઈ ભીખુભાઈ કોઠારિયા
હયાત છીએ-રોજકા માં
અમે માત્ર ભાલપ્રદેશ મા જ નહિ ગુજરાત-ભારત માં વ્યાપ્ત છીએ એવું હું છાનું છાનું માનું છું. મારી પડતી નહિ કારણકે હું (૩૯) વરસ તો રાતે આવું ૧૯૮૦ થી ૨૦૧૬ સુધી એવા સમયે જયારે ગામ સુઈ ગયું હોય અને સવારે (ગામને) સુતો મેલીને હું થેલો ખંભે નાંખી નિકળી પડું. “ ખંભે કોથળો ને દેશ મોકળો” અમારા હોવા વિષે ભાલપ્રદેશ માં અન્ય કોઈ વાયકાઓ હોય તો એમાં કોઈ વજૂદ નથી……..
અમે ઉપરની નામ-સાખ ઓળખવાળો હું ઇસમ પોતે તાજેતર માં ૧૧/૦૯/૨૦૧૬ એ ભવ્યાતીભવ્ય વિદાય સમારોહ થી પેન્શનર બની ગયો.. સાયલા થી કીધુ કે અમદાવાદ પેન્શનર તરીકે ની તમારી હયાતી નાં હસ્તાક્ષર માટે ફોટો આપો. બન્ને માણહ નો ભેગો. અરે. અમે ભેગા રહ્યા પણ ભેગે, તો ફોટો કોઈદી પડાવ્યો નથી. માર્યા મેં (૩૯) વરસ પ્રોગ્રામ કર્યા ને ફોટા પડાવ્યા છે.પણ હવે આંજે હાલ ભેગો ફોટો પડાવ્યો છે.
મારી પત્ની કહે. જીંદગી આખી તમારા ફોટા પડાવ્યે રાખ્યાં અને હવે આ (૫૮) વરસે મારે ફોટા જતી જિંદગીએ છેલ્લે છેલ્લે નથી પડાવવા. પરંતુ છતાયે તૈયાર થઇ, સ્ત્રી છે ને, આખરે તો (૩૭) વરસ માં ક્યાંય ફરવા નથી લઇ ગયા કોઈ જગ્યાએ બધેય એકલાંજ આટાંફેરા માર્યા છે.આજે જીવનની સમી સાજે ફક્ત પેન્શનબુક જી.પી.ફંડ સ્લીપ બધાજ પુરાવા હાથમાં હતા. પાનકાર્ડ/આધારકાર્ડ/ઓંળખ કાર્ડ/ રેશનકાર્ડ પણ કોમ્પુટરઓપરેટર ને કોઈ રીતે કોમ્પુટર રિસ્પોન્સ જ ન કરે, વાહ આખરે હારી થાકીને ધંધૂકાનો દેસાઈ જુવાન કોમ્પુટર ની સ્ક્રીન ઉપરથી નજર ખસેડ્યા વિના સોહિલ દેસાઈ કોમ્પુટરવાળા જુવાન છોકરાએ કહી દીધું. તમે નથી યાકુબભાઈ ! – મેં કહ્યું એટલે ? શું કીધું ? એટલે એમ કે કોમ્પુટર માં તમારી જૂની હયાતી નો ડેટા નથી. આ બાઈ આ- બુ – ફાતેમા નથી. પત્ની નથી તમારી, ડેટા મળતો નથી. એમણે કોમ્પુટર માંથી મોઢું કાઢી ધુંધળા ચશ્માં લુછીને પછી અમોને ફોડ પડ્યો મેં પૂછ્યું સોહિલ ભાઈ હું યાકુબ નથી તો જાકુબ છું. બરોબરને નામ યાકુબ- ધંધા છે મારા જાકુબ નાં.