રોજકા ગામના વ્યક્તિ વિશેષ

ગત વર્ષે તા. ૨૬/૦૧/૨૦૧૭ ના સંકલ્પો, સિદ્ધિ
December 19, 2019
ગ્રામ પંચાયત રોજકા ની સભ્યો ની માહિતી
December 19, 2019

રોજકા ગામના આ ત્રણેય ફોટા જે છે. તે આપણી વચ્ચે સદેહ નથી. પરંતુ, વિચારદેહે  આપણી વચ્ચે આ રોજકા ગામનાં હદયમાં બિરાજમાન છે.

(૧) સરદાર પથુભા મનુભા ચુડાસમા

શ્રી-પથુભા બાપુ જેઓ આ રોજકા ગામના સ્ટેટ હતા. તેઓની રખાવટ અને ગ્રામજનો પ્રત્યે તેમની લાગણી, પ્રેમ, હૂંફ, સ્નેહ, આદરભાવ અનેરો હતો. સવારે ડેલીએ ડાયરો હોય અને ડાયરામાં રોજકા ગામની રોજબરોજની સુખદુખની નવાજુની વાતો થાય. રોજગારી, ખેતી, સગાવહાલા, આજુબાજુના ગામની ચિંતા થાય.કોઈનું ઢોર પશુ બીમાર હોય અથવા નવા બળદ, ઘોડા-ઘોડી ની વાતો થાય. રોજકા ગામની પ્રાથમિક કુમારશાળામાં ૫૦૦૦/ અને કન્યાશાળામાં ૨૦૦૦/- ફી ભરીને અંગ્રેજો પાસે ફી માફી કરાવી અને જમીન આપી નિશાળ બાંધકામ કરાવ્યું.

(૨) જયંતીલાલ જેશંકર શુક્લ – મોટાસાહેબ

રોજકા ગામમાં શિક્ષક આચાર્ય તરીકે ફરજ બજાવેલ અને રાત્રે એક (૧) વાગ્યા સુધી ફાઈનલ પરીક્ષા માં બેસવાવાળા વિદ્યાર્થીઓને મફત ભણાવે અને દઢીકરણ કરાવે. આમ, પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત કરાવ્યો એ તમામ વિદ્યાર્થીઓ આગળ વધ્યા. નિવૃતીની રકમમાંથી “જે. જે. શુક્લ કેળવણી મંડળ” રોજકાની સ્થાપના કરી અને આ કેળવણી મંડળ દરવર્ષે ૫૮૦૦૦/- રૂ. ની નોટબુકો નિશાળમાં આપે છે.

(૩) નારણગીરજી વીરગીરજી ગોસાઈ – દુવારા વાળા બાપુ – રોજકા

 

મદ્રાસ, તમિલનાડુમાંથી પધારેલા અને પથુભા સરદારના સદાવ્રતના દવાખાનામાં મફતસેવા કરવા રહ્યા. રોજકા ગામ-ખરડ-કોઠડીયા-ઉમરગઢ-ગાંફ-ખસ્તા-ખડોળ-ફતેપરા ના દર્દીઓની મફત સારવાર કરતા હતા.

રોજકા ગામમાં બે (૨) હિસ્સા તેમની સાથે જોડાયેલા છે.જે સાંભળવા મળેલ છે.

રોજકા આ ગામના ભોંહરિયા કુટુંબને ફતેપરા ગામ સાથે વધારે ખેતીનો વહેવાર અડધા ત્યાં રહેને અડધા રોજકા ગામે રહે.

જીવાભાઈ ભોંહરિયા નો નાનો દીકરો (૪) ચાર વર્ષનો કાળુભાઈ (હાલ નિવૃત્ત આચાર્ય છે. ધોળકા રહે છે. કાળુભાઈ ભોંહરિયા તેમની માતા ફતેપરાથી હાલીને આવતા હતા. નદીમાં પાણી હતું. ઉપર વરસાદ વરસતો હતો. આ કાળુ ભોંહરિયા પાણીમાં વરસાદની શરદી ઠંડીમાં આવી ગયો. એક બાપુ આવ્યા છે. તમિલનાડુંના બાવાજી છે. તે દવા જાણે છે. એ વાત મળી.

એક બાજુ ભોંહરિયા ના પટેલીયા ઈસબભાઈ કાળુભાઈ  | ખાનજીભાઈ કાળાભાઈ  | નુરાભાઈ નથુભાઈ  | દાઉદભાઈ કાળાભાઈ ભોંહરિયા એ આ બાળક કાળુભાઈ ને દફન કરવા માટે કબર તૈયાર કરી  નાંખી. પરંતુ, એવા સમયે આ બાવાજી આવ્યા એણે બાળક કાળુભાઈની નાડી ઝાલી અને કસ્તુરીનું ઇન્જેક્શન ઠબકાર્યું. સળવળાટ થયો બીજા બે (૨) ઠબકાર્યા. કબર બુરી દીધી અને આજે આ કાળુભાઈ જીવાભાઈ જીવે છે. બીજા ખડોળ ના ભાણીબા ની પણ નનામી પાછી વળાવી. ને એ પણ હયાત છે. જીવે છે. અત્યારે ડોશીમાં થઈ ગયેલ છે.