રોજકા ની રખાવટ – જય શ્રી સ્વામીનારાયણ

VISION = MISSION
December 19, 2019
યોજના અને કાર્યક્રમો ની માર્ગદર્શક” સંસ્થા
December 19, 2019

૧૯૪ વરસ નું- જુનું રોજકા બોલાય છે.

આ પ્રસાદીનું ગામ= કાકાભાઈ ચુડાસમા રોજકા ની પ્રેરક કથા

“જય શ્રી સ્વામીનારાયણ”

 

ભાલ પંથકમાં ધંધુકા તાલુકાના રોજકા નામના સત્સંગી ગામમાં આજથી આશરે (૧૯૪) એકસો ચોરાણું વર્ષ પહેલા સાક્ષાત નારાયણના અવતાર એવા શ્રી સ્વામીનારાયણ ભગવાન ગઢડાથી જયારે જયારે સંઘ લઈને વડતાલ જતા ત્યારે પોતાના પરમ ભક્ત એવા રોજકા ગામના દરબાર શ્રી કાકાબાપુ ને મળવા તથા સત્સંગ કરવા તેમજ હરિભક્તોની સાથે પોતાના સંઘમાં સાથે લઇ જવા આવતા ત્યારે કાકાભાઈ ઉર્ફે કાકાબાપુને ત્યાં રાત્રી રોકાણ કરતા. સૌ હરિભક્તો સાથે મળીને હરિભજન કરતા અને સત્સંગ કરી રાત્રી જાગરણ કરતા. કાકાબાપુ ઉર્ફે કાકાભાઈ  પ્રત્યે શ્રી સ્વામીનારાયણ ભગવાન અનન્ય પ્રેમ અને લાગણી ધરાવતા જયારે ભગવાન સ્વામીનારાયણ ના  સ્વાગત સત્કાર કરવામાં કાકાબાપુ ઉર્ફે કાકાભાઈ પોતાની ધન્યતા અનુભવતા કાકાભાઈ ઉર્ફે કાકાબાપુ શ્રી સ્વામીનારાયણ તેમજ તેમની સાથે આવેલા તમામ સત્સંગી હરિભક્તો માટે પોતાના રસોડે રસોઈ બનાવડાવતા હતા. ભગવાનને ચુરમાના લાડુ બહુ પ્રિય છે. એ વાતની જાણ થતા કાકાભાઈ ઉર્ફે કાકાબાપુ અચૂક ગોળના ચુરમાના લાડુ બનાવડાવતા અને આગ્રહ પૂર્વક પ્રેમથી હરિભક્તોને ભોજન જમાડતા. કાકાબાપુની આવી અનન્ય પ્રભુ ભક્તિને વશ થઈ ભગવાન પણ અવાર નવાર રોજકા પધારતા. એક વાયકા પ્રમાણે લગભગ ત્રીસ થી વધુ વખત ભગવાન પોતે કાકાભાઈ ઉર્ફે કાકાબાપુ એવા પોતાના પ્રિય ભક્તને મળવા રોજકા પધારેલ જીવનના અંત સમયે કાકાબાપુ બીમાર પડ્યા ત્યારે ભગવાન પોતે ગઢડામાં હતા ત્યાં જયારે તેમને કાકાબાપુની બીમારીના સમાચાર મળ્યા ત્યારે ભગવાનનું મન વ્યાકુળ થઇ ગયું. અને તેઓ તુરંત જ પોતાના બે પારસદોની સાથે ગઢડાથી રોજકા જવા નીકળી ગયા અને પોતાના પરમ ભક્તને મળવા પહોચી ગયા જ્યાં તેમને કાકાબાપુના ખબર અંતર પૂછ્યા. કાકાબાપુ એ ભગવાનને પોતાની સામે ઉભેલા જોઈ આંખમાંથી આંસુ સાથે બે હાથ જોડી ભગવાનના ચરણવિદને સ્પર્શ કરતા ભગવાન પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરતા જણાવ્યું ભગવાન આપ શ્રી મને આપની સાથે ધામમા લઇ જાવ. ભગવાને મનોમન કાકાબાપુની ઇરછાને સ્વીકૃતિ આપી દીધી અને કાકાબાપુએ શ્રી સ્વામીનારાયણ ભગવાનને પોતાની ચાંદીના શણગારથી સજજ એવી ઘોડી અર્પણ કરી ત્યારબાદ કાકાબાપુએ પોતાના ધર્મપત્નીને બોલાવીને તેમને જાણ કરતા કહ્યું કે હવે મારા દેહ નો ભરોસો નથી.(કાયાનાં કુડા રે ભરોસા – દેહનાં જુઠા રે દિલાસા – હવે)નથી હું વધારે સમય રહીશ નહિ મારા ગયા…….

પછી રોકડા રાણીછાપ રૂપિયા આ કીમતી ઝવેરાત તથા ઘરેણા આપને કાકાભાઈ ઉર્ફે કાકાબાપુના ધર્મપત્નીએ પણ પોતાની સહર્ષ સંમતીથી તમામ જર-ઝવેરાત ઘરેણાનું એક પોટલું બાંધીને કાકાબાપુને આપ્યું જે તેમણે ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું આમ, કાકાબાપુની અંતિમ ઘડીએ ભગવાન સ્વામીનારાયણ સાક્ષાત તેમને ધામમાં લઇ ગયેલ. “શુરવીર ને મરવું સહેલ છે.એને ઘડીક ની ઘમસાણ પણ દાતાને મરવું દોહ્યલું એને વારંવાર મહાણ”……..

આજે પણ રોજકા ગામમા ભગવાન પધારેલ તેની સાક્ષી પુરતા ભગવાન સ્વામીનારાયણના “ચરણ પગલા” આંબલી ના ઝાડ નીચે જોવા મળે છે. જ્યાં એ સમયે કાકાબાપુના ઉતારા હતા તેમજ રોજકા ગામના તળાવની પાળે ટોબરી આવેલ છે. જ્યાં પણ ભગવાનના ચરણ પગલા સ્થાપિત છે. રોજકા ગામની મધ્યમાં એક સ્વામીનારાયણ મંદિર આવેલ છે. તે મંદિરની જગ્યા તેમજ બાંધકામ પણ કાકાબાપુના પરિવાર દ્વારા કરાવવામાં આવેલ છે. જ્યાં ભગવાનની પ્રસાદીની વસ્તુઓ જોવા મળે છે.

“ શ્રી વચનામૃત “માં પણ (૭૦)  સિત્તેરમો પ્રશ્ન પ્રવચનમાં કાકાબાપુએ પૂછેલ છે તેનો ઉલ્લેખ છે. આમ શ્રી સ્વામીનારાયણ ભગવાનના પરમ ભક્ત એવા દિવ્યપુરુષ કાકાબાપુના વંશજો સત્સંગી પરિવાર રોજ્કામાં વસવાટ કરે છે.

રોજકા ગામ એ હારીભક્તો દ્વારા “કાકાભાઈ નું રોજકા” તરીકે ઓળખાય છે.

“જય શ્રી સ્વામીનારાયણ”

ચુડાસમા કાકાભાઈ ઉર્ફે કાકાબાપુ નું રોજકા (ભાલ પ્રદેશની ભોમકા)

વાહ – ભાલ પ્રદેશ નું રોજકા ગામ

“રોજકા ની રખાવટ”

સંકલન :- યાકુબ કોઠારિયા