રોજકા ની રખાવટ -પીરભૂતિયા દાદા

યોજના અને કાર્યક્રમો ની માર્ગદર્શક” સંસ્થા
December 19, 2019
“ગ્રામ્ય સંશોધન” માટે નમૂનારૂપ – “એજન્ડા”
December 30, 2019

આવો-ભાલ પ્રદેશ નાં આ રોજકા ગામની “સીમ સડક અને સપના” ની વાતડિયું ને ધીમે ધીમે અમારા મુલક ના માયાળુ માનવી ના કાને નાખીએ….

આજે ગુરુવાર હતો એટલે એમ થયું કે રોજબરોજ આવતા જતા દરગાહ મજાર શરીફ ને સલામ ભરીએ છીએ. તો આજે દરગાહે જઈએ કંઇક માહિતી મેળવીએ. ત્યાં આ મોદન સુલેમાનભાઈ ઉસ્માનભાઈ બેઠેલા. અસ્માલભાઈ અભરામભાઇ ભોંહરીયા તથા સુલેમાનકાકા-સુલેમાનભાઈ દીધાભાઈ કોઠારિયા પણ હતા. ધીમે ધીમે દરગાહ ની વાતે વળ્યા.

ઉત્તરપ્રદેશ નાં બનારસ – કાશી વિસ્તાર માં (૧) દિવસ આ “હાજીરબાપુ – બુ – અલીશાહ કલંદર ની મઝારે ગયા ત્યાં તેમને એક આકાશી ગેબી અવાજ સંભળાયો અને બશારત થઇ. “જાવ તમે હવે ભાલપ્રદેશ માં ધંધુકા અને રોજકા ગામ ની  વચ્ચે એક વેરાન વગડો આવેલ છે. ભૂતિયા ટેકરી પીર તલાવડી ત્યાં જાવ.”પણ હે,જહાપનાંહ મને એ જગ્યા ની ખબર કઈ રીતે પડશે? તો આ લ્યો (૧)-ઈંટ આપું છું. તે સાથે રાખજો તમે જ્યાં જાવ ત્યાં  આ ઈંટ વજનદાર થઇ જાય. ત્યાં તમારે તે જગ્યાએ મુકામ કરવાનો તેઓ તો નિર્ધારિત નિશાનીવાળી જગ્યાએ આવીગયા. આ જગ્યા એ જીન્નાત (ભૂત) ની વસ્તી આબાદી હતી. આ જગ્યાને આબાદ બનાવી.

ધીમે ધીમે આ ભૂતિયા દાદાની દરગાહ, હજરત પીર હાજરઅલી બાવા દુરવેશ ની જગ્યા તરીકે જાણીતી થઇ.

(૧)   અંગ્રેજોનું શાસન ધીમે ધીમે  પ્રસરાવવા લાગ્યું હતું. દિલ્હી નો છેલ્લો  બાદશાહ બહાદુરશા ઝફર ના વંશજ શાહજાદા જેઓંએ આ જગ્યાએ છુપાઈને પનાહ લીધી. દિલ્હીની ગાદી તો ગયેલીહતી.શાહજાદા ની (તલવાર) કટાર રોજકા ગામે અબ્દુલભાઈ ના વંશજો ભોંહરીયા મોગલ ના ઘેર હતી.જે કટાર અબ્દુલભાઈ ના વંશજો આદમભાઈ જીવાભાઈ ના ઘેર છે. મોજુદ અંગ્રેજોનાં અમલદારો આ કટાર લઇ ગયા પણ આતો ગેબી કટાર હતી. રસ્તો જ ના સુઝ્યો. વાહ કુદરત તારી કમાલ ધંધુકા માં હજરત હાજીર અલી બાવા ના ઝબ્બા મુબારક તથા તસ્બીહ મુબારક તથા કાંઠા મુબારક જે હાલ   દેસાઈ મોતીભાઈ ઘડીયાળી ને આપેલા. હાલ તેઓનાં વંશજ દેસાઈ ઈશાભાઈ ઉમરભાઈ ઘડીયાળી ના ઘેર મોજુદ છે.

એવા. આ રોજકા ગામની સીમમાં ભૂતિયા દાદા પીરની દરગાહ ના ઘણાં પરચા ચમત્કાર છે.

(૨)

(૨) આ ભૂતિયા ટેકરી માં ૨૦૦ વરસ થી જિન્નાતની  વસ્તી મોજુદ છે. અને વસવાટ કરે છે. જેમાંથી (૧)મહિલા જિન્નાતને સુવાવડ, ડીલીવરી આવેલી, આ ડીલીવરી કરાવવાં ભૂતડા જીન્નાતો ધંધુકા ની ખલીફા હજામ ની બાઈ દાયણ સુયાણી ને લાવેલા જિન્નાત પાસે તો એ સમયનાં માથે રોકડ રૂપિયા હતા નહિ.એટલે આવળનાં ફૂલ મહેનતાણાપેટે આપ્યા અને થોડા ઘણા નહિ (૧૦).કિલો નો ખોળો ભરી દીધો.

આ દાયણને ધંધુકાની વાવ પાસે (હાલજે દાઉદભાઈ ઈશાભાઈ છુવારાની વાડી) એ મૂકી ગયા ખલીફા ની બાઈ દાયણે આવળના ફૂલ ફેકી દીધા જે ખરેખર સોનામહોર હતા. પણ બે ત્રણ ફૂલ સાડલા સાથે ચોટી ગયેલા તે સવારે ઉઠીને જોયું તો આશ્ચર્ય ચકિત બની ગઈ,  અને  દોડતી દાયણ  સુયાણી (દાઉદભાઈ છુવારા ની વાડી) વાવ પાસે ગઈ કે આવળનાં ફૂલ તો ગાયબ થઇ ગયેલા. પણ ભાગ્યમાં નહિ. આ ખલીફા ના ધંધુકા માં [૩૫] કુટુંબ રહે છે.જે આજની તારીખે હજામ સુલેમાનભાઈ ખલીફા ના વંશજો છે. જેઓ દરવર્ષે  ભૂતિયા શરીફ ઉજવણી કરે છે.અને ચાદર ચઢાવે, નજરો ન્યાજ કરે છે.

(૩)ભાવનગર ના (એક) હબીબભાઈ પઠાણ જેઓ ભાવનગર નોકરી કરતા હતા. તેઓને  ભાવનગર સાંઢીયાવાડમાં ઝઘડો થયો, દાદા ભૂતિયા પીર ને યાદ કર્યા સ્મરણ કર્યું. અમારી વારે ચઢે  (ભૂતિયા દાદા) ભૂતિયા દાદા ત્યાં પહોચીગયા અને ઝઘડો પાર પડ્યો. આ ભૂતિયા દાદા ભૂતિયા ટેકરીએ આવીને ગાયબ થઇ ગયા આ હબીબભાઈ પઠાણ હાલ રાજકોટ રહે છે.અને અવારનવાર દરગાહે આવે છે.

(૪)ધોલેરા ગામનાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતાં તળપદાકોળી કોઠીફળી નાં ભીખાભાઈ મેર જેઓ આ દરગાહે રોકાઈ જતા કોઈ ગેબી માણસ જઈને ધોલેરા પોસ્ટ ઓંફીસ નું કામ કરી આવતા. ધોલેરા ગયા રાજીનામું આપવા કે મેં નોકરી કરી નથી ને મારે પગાર શેનો. અરે ભીખાભાઈ, તમે તો દરરોજ નિયમિત હાજરી આપો છો. ત્યારે કવીએ કીધું છેને કે

   “હું સાદ પાડું ને વહાલો મારો આવતો રે”….. આ ભીખા દાદા નાં વારસદારો ધંધુકા કોલેજ રોડે રહે છે

તેમની કબર દરગાહ ની બાજુમાં છે

 

બનાસકાંઠાના દાંતા તાલુકાના –અભણ માણસ જે રોજકા ગામે રહેતા હતા-પછી ભૂતિયા  દાદા એ ગયા. ભૂતિયા તલાવડી સ્નાન કરીને દરગાહે સેવક બની ગયા – કલમો પડી લીધો અને સુન્નત કરાવી પોતાનું નામ – “ NEW MUSLIM” –“ન્યુ મુસ્લિમ આપ્યું- કુરાન ના હાફીઝ બની ગયા. ધંધુકા માં મળવતવાડા ની મસ્જીદ માં નોકરી કરી – ઈલ્મે દિન ની તાલીમ આપવા તેઓ એ આ ભૂતિયા દાદાની દરગાહે દફન થવાની ઈચ્છા દર્શાવી – સુલેમાનભાઈ દીધાભાઈ કોઠારિયા એ  પરચો ચમત્કાર આપવા કહ્યું-“ મોજીજો બતાવો” – બાપુ, હું  ૧૭/૦૨/૧૯૮૪ ના રોજ ૧૪ રબીઊલ અવ્વલ ગુરુવાર શુક્રવારની રાતે ગુજરી જઈશ.મારા ફરતા ફરતા યાસીન શરીફ પઢજો અને યાસીન શરીફમાં [૭] મુબીન પુરા થાય એટલે શ્વાસ બંધ થશે. એમજ થયું. ત્યાંજ ભૂતિયા દાદાની દરગાહ પાસે તેઓને દફન કરેલ છે,

આ બધીજ વાતોને સમય થઈ  ગયો

દિનગણનતા માસ ગયા, ને વર્ષ આંતરિયા

સૂરત ભુલી , સાયબા ને નામેય વિસરીયા”

વળી સલીમબાપુ-બનારસ કાશી નો મૂળ રહેવાસી જેઓ પીલી-કોટી-ગુડગડ્ડા કબ્રસ્તાનની બાજુમાં તેઓના પરિવાર કુટુંબને મુકીને મુંબઈ ગયેલા ત્યાંથી હૈદરાબાદ-હૈદરાબાદથી મુંબઈ-અમદાવાદ શહેરમાં શાહેઆલમ-બાવાની દરગાહે આવ્યા.ત્યાંથી બશારત થઇ કે તમે ભાલપ્રદેશમાં રોજકાની સીમમાં આવેલી દરગાહે જાવ, હજરત પીર હાજર અલી બાવા ર.અ.ના મઝારે સેવા કરો. હજરત પીર હાજરઅલી બાવા ર.અ તો ગેબી અવાજ આવ્યો “કે સવા શેર ખીચડી કોરી-કાચી”  હોય એવી દરગાહે જવાનું રાતે ભૂતિયા દાદા આવ્યા. ચાલીને – નિશાની સાચી નીકળી. ઘણા સમય સુધી  ભૂખ્યા રહયા. રોજ્કાથી મોદન સુલેમાનભાઈ મોતીભાઈ ધંધુકિયા સલામ કરવા આવે. તે લોટ લેતા આવતા. તેને કાચો કાચો અડવાળીને પી જતા. સુલેમાનભાઈ મોતીભાઈ પોતાના એકના એક દીકરાના અવસાન પછી તેઓ એ સંસાર છોડી  બંદગીમાં જ રાત-દિન લીન રહેતા. નમાઝ પઢવી –તસ્બીહ પડવી.આ સલીમબાપુને રોજકાના ચોસલા સુખાભાઈ ભરવાડ કાયમ દૂધ આપતા.ધીમે ધીમે સલીમબાપુએ આ દરગાહનું રીનોવેશન કરાવ્યું. પછી તો હજ પઢી આવ્યા નથુભાઈ ભોંહરીયાના સહકારથી તેઓ તારીખ ૧૫/૦૨/૨૦૦૯ રવિવારે આ ફાની દુનિયા છોડીને પડદો કરી ગયા.તેઓનો મઝાર પણ આ ભૂતિયા ટેકરી  ઉપર જ છે. સડક પાસે પરબ –બુલંદ દરવાજો, ઢાળિયું, સખાવો,શૈચાલય,બગીચો,દરગાહ કમ્પાઉન્ડ વોલ,ઈમારત,પાંચ કબર છે. સલીમબાપુ ગુજરી ગયેલા ત્યારબાદ પીર ભડિયાદ મહેમુદશા બુખારીની દરગાહના કમ્પાઉન્ડમાં ઘણાને દિદાર કરાવ્યો-ચમત્કાર કરેલો.

સલીમબાપુનો  સફર મહિનામાં ૧૯માં ચાંદે ઉર્ષ આવે છે .ભૂતિયા દાદાનો ઉર્ષ જમાદીઉલ આખર ચાંદ૪-૫, તારીખે ઉર્ષ મનાવાય છે.

 

સુલેમાનભાઈ દીધાભાઈ કોઠારિયા

મુંજાવર

ભુતીયાપીર હજરતપીર હાજરઅલીબાવા(ર.અ)

રોજકા