યોજના અને કાર્યક્રમો ની માર્ગદર્શક” સંસ્થા

રોજકા ની રખાવટ – જય શ્રી સ્વામીનારાયણ
December 19, 2019
રોજકા ની રખાવટ -પીરભૂતિયા દાદા
December 19, 2019

 

રોજકા. તા.ધંધુકા (ભાલપ્રદેશ)-382460

જી.અમદાવાદ ગુજરાત રાજ્ય

બંધારણ

કલમ: (૧) નામ :-

આ સંસ્થાનું નામ-“યોજના અને કાર્યક્રમોની માર્ગદર્શક સંસ્થા” રાખવામાં આવ્યું છે.

કલમ:(૨) કાર્યાલય :-

આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય – રોજકા – ગામે રહેશે. જે હાલમાં નીચેનાં સ્થળે     કાર્યરત થશે.

યાકુબભાઈ કોઠારિયા,રોજકા મુકામ =પોસ્ટ – રોજકા તા.ધંધુકા જી.અમદાવાદ-૩૮૨૪૬૦ ભાલપ્રદેશ.ગુજરાત રાજ્ય

                 ભાલપ્રદેશ :- રોજકા – ૦૯૮૭૯૨૫૨૫૬૭/૦૮૨૦૦૪૨૦૧૭૮

પરંતુ ભવિષ્યમાં અન્ય જગ્યાએ પોતાનું મકાન તૈયાર થતા તેમાં સસ્થાનું

મુખ્ય કાર્યાલય ખસેડવામાં આવશે.

કલમ:- (૩) પેટા કાર્યાલય

રોજકા ગામે મુખ્ય કાર્યાલય ઉપરાંત અનુકુળતા અને આવશ્યકતા મુજબ ગુજરાતમાં કે ગુજરાત બહાર સંસ્થા પોતાનાં કાર્યાલયો સ્થાપશે. ઝોન બનાવીને પણ ઝોનલ કચેરી સ્થાપી શકશે પરંતુ એવા કાર્યાલયો નું નિયંત્રણ રોજકાનાં કાર્યાલય દ્વારા જ થશે. પેટા કાર્યાલયો દ્વારા નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે નહિ.

કલમ:- (૪) કાર્યક્ષેત્ર 

રાજ્ય ગુજરાત ઉપરાંત ભારત દેશના અન્ય રાજ્યો કે જ્યાં ગુજરાતી ઓ વસે છે અને વિશ્વના એ તમામ દેશો કે જ્યાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એ તમામ પ્રાંત, રાજ્ય, દેશો, ખંડમાં રહેતી-ગુજરાતી પ્રજા આ સંસ્થાના કાર્યક્ષેત્રમાં આવે છે.

કલમ:- ૫/(૧) મૂળભૂત હેતુ=

આ સંસ્થા બિનવ્યવહારિક- બિનનફાકીય, બિન રાજકીય અને રાગદ્રેષ – પૂર્વગ્રાહ રહિત સંગઠન છે. ગુજરાતી ઓની શુદ્ધ માર્ગે- યોજનાઓ- કાર્યક્રમો – ની વિગતો ની જાણકારી અને માર્ગદર્શન આપીને ઉન્નતી કરાવવાનો મૂળભૂત હેતુ છે.

આપણે ત્યાં આર્થિક – સામાજિક અને ધાર્મિક,જાતિગત અસમાનતા નાં ગંભીરપ્રશ્નો  છે. ગરીબ વધારે ગરીબ બને છે. સામાજિક અસમાનતા નાં કારણે પણ આર્થિક અસમાનતા વધે છે. ગરીબ એટલે જેની આવક કમાવવાની ક્ષમતાં સાવ ઓછી છે. શૈક્ષણિક/સામાજિક – રાજકીય રીતે પણ ક્ષમતા નહિ હોવાથી તે ગરીબ જ રહે છે. આવા ગરીબોને મદદ કરવી સહારો આપવો  અને તે માટે પુરતી સહાય અપાવવી અને તે માટે આંગળી ચીંધવિ,આમ જરૂરિયાતવાળા ને લાભપ્રદ માહિતી આપવી  ચાલુ કર્મચારી અધિકારી અને કામદારો ને માહિતી આપવી ગામનાં નિવૃત તથા ચાલુ કર્મચારી – કામદારો- અધિકારીઓનું સત્કાર સન્માન કરી તેમની સેવાને બીરદાવવી.

 

કલમ:- ૫ (૨) વધારાના મૂળભૂત હેતુ

વિદ્ધતા સભર, વિદ્ધતાપસંદ તમામ ધર્મો અને તમામ પ્રકારનું જ્ઞાન, અને સંસ્કારીકતા થી સજ્જ, વૈચારિક અને વ્યવહારિક જ્ઞાનનું સાચું બળ ધરાવતા સજ્જનો એક સદભાવનામંચ ઉપર એક્ત્ર થાય. માહિતી શક્તિ થી લોકોને લાભ થાય એ સંસ્થાનો પ્રધાન હેતુ રહેશે.

 

કલમ:- (૬) કાર્યો અને ધ્યેયો=

ઉપરોક્ત મૂળભૂત હેતુ સિદ્ધ કરવા માટે આ સંસ્થા નીચેનાં કાર્યો કરવાનું ધ્યેય રાખે છે.

(૧) સમાજમાં યોજનાઓ- કાર્યક્રમોની જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરવા. તેમજ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી લક્ષી પ્રવૃતિઓ કરવી.

(૨) નવોદિત માહિતી આપવાવાળા તજજ્ઞો ને પ્રોત્સાહિત કરવા.

(૩) પ્રતિષ્ઠિત માહિતી આપવાવાળા ની પ્રતિભા મુજબ નાણાંકીય કદર કરવી તથા પ્રયાસો કરવા.

(૪) પોતાની સંસ્થા નાં માહિતીલક્ષી/જ્ઞાનવર્ધક પુસ્તકો નું પ્રકાશન કરવું અથવા તે માટે પ્રયાસો કરવા.

(૫) માહિતીસભર પુસ્તકો – અરજીફોર્મ – ભેગા કરવા અને તેનું વિતરણ કરવું.

(૬) લોકોને યોજના અને કાર્યક્રમોની માહિતી માર્ગદર્શન અને જાણકારી આપી ને લાભ લેતા કરવા.

(૭) સાંસ્કૃતિક/સાહીત્યક અને તાત્વિક ગોષ્ઠીઓ, ચર્ચાસભાઓ, પરિસંવાદો નું આયોજન કરવું,

(૮) ધાર્મિક લપ માં પડવું નહિ.

(૯) કોઈ ધર્મની ઝંનજટ માં પડવું નહિ.

(૧૦) લોકોનાં સમાજનાં પ્રશ્નો માટે થઈને ધર્મમાં ઊંડા ઉતરવું નહિ.  

(૧૧) કોઈ ધર્મ વિશે- અભિપ્રાયો આપવા નહીં.                                                                   

(૧૨) લોકોને યોજનાઓ અને કાર્યક્રમો ની માહિતી જાણકારી અને માર્ગદર્શન આપી શકે તેવા લેખકો, કવીઓં, પત્રકારો ની યાદી તૈયાર કરવી અને તેઓને લખી લેવી. તેઓનો લાભ લેવો.

(૧૩)જરૂરિયાત મંદ લોકો- માટે યુવાનો માટે તાલીમશિબિર, સદભાવના સંવેદનશિલતા બેઠક રાખવી.

(૧૪)અન્ય બીજી સંસ્થાઓ સાથે સંપર્ક માં રહેવું. પત્રવ્યવહાર કરવો. ફોન- મોબાઈલ,મેસેજ,ફેસબુક  મેસેજ કરવો.

(૧૫) સાક્ષરતા- સદભાવના- સંવેદનશીલતા. સમરસતા. સ્વચ્છતા માટે અન્ય સંસ્થાઓને મદદ કરવી. જનજાગૃતિ માટે લોકસહકાર. લોકસહયોગ મેળવવો.

(૧૬) ઈ-મેઈલ તથા અન્ય ઈન્ટરનેટ વેબસાઈટ મારફતે સંસ્થા પ્રવૃતિઓનો માર્ગદર્શન નો ફેલાવો કરવો.  

કલમ:- (૭)

       જેને યોજનાં અને કાર્યક્રમો ના માર્ગદર્શન, માહિતી, જાણકારી, માં રસ હોય તે સંસ્થા નાં સભ્ય  બની શકશે. અને સભ્યપદ ની મંજુરી કારોબારી સમિતિ જ આપી શકશે

સંસ્થાની કાર્યક્ષેત્ર ની આવતી કોઈપણ  ગુજરાતી વ્યક્તિ જેણે (૧૮) વર્ષ પુરા કર્યા હોય તેવી નાં   પ્રાંત, પ્રદેશ કે ફિરકા,  સંપ્રદાય, ભેદભાવ વગર આ સંસ્થાના સભ્યપદને પાત્ર બનશે.

કલમ:- (૮) સભ્યપદ્ફી

          વાર્ષિક રૂપિયા = ૧૦૦૦/ એક હજાર પુરા

આજીવન રૂપિયા =૨૦,૦૦૦/ વીસ હજાર રૂપિયા

સમય,સંજોગ પ્રમાણે કારોબારી નક્કી કરે તે મજબ મોઘવારી મુજબ સભ્યફી માં  વધારો થશે.

 

કલમ:-  (૯) પ્રમુખપદ

                                (૧) સંસ્થાના પ્રમુખપદે:-કારોબારી નક્કી કરે તે રહેશે.

કલમ:-  (૧૦) મહામંત્રી

                             (૨) પ્રમુખ નક્કી કરે તે મહામંત્રી રહેશે.

કલમ:-  (૧૧) ખજાનચી

                        (૩) કારોબારી નક્કી કરે તે ખજાનચી તરીકે નો વહીવટ કરશે.

કલમ:-  (૧૨) ઉપ પ્રમુખ

                                (૪) જરૂર જણાયા મુજબ થશે

કલમ:- (૧૩) સહ મંત્રી

                      (૫) જરૂર જણાવ્યા મુજબ થશે.

કલમ:-(૧૫) સભા મીટીંગ

                    (૬) બેઠક બોલાવવી બહુમતી થી

(કલમ):- (૧૬/૧) મુખ્ય સલાહકર – નિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૨)  મુખ્ય સંગઠન મંત્રીનિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૩) પ્રવક્તા નિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૪) કાર્યાલય મંત્રી નિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૫) મીડિયા સલાહકાર નિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૬) મુખ્ય સંયોજક નિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૭)  આંતરિક ઓડીટર નિયુક્ત કરવા.

(કલમ):- (૧૬/૮)  આગળજતાં સંસ્થા નું સંચાલન વધે તો કારકુન તથા પટ્ટાવાળા ની  નિયુક્તિ કરવી તેને માનદ વેતન આપવું.

કલમ:- (૧૫) વાર્ષિક સામાન્ય સભા – અને વાર્ષિક અધિવેશન

                     પ્રતિવર્ષ માર્ચ કે એપ્રિલ આ સંસ્થાની વાર્ષિક, સામાન્ય સભા કે વાર્ષિક અધિવેશન બોલાવવું. પરિચય રાખવો. કોઈના યજમાન પદે આવી સભા રાખવી.

કલમ: (૧૬) બંધારણ માં સુધારો

વાર્ષિક બેઠકમાં ઠરાવકરીને બંધારણ માં સુધારો કરવો તેમાટે એજન્ડા સુધારા નો મુસદ્દો મોકલવો.

કલમ: (૧૭) નાણાંકીય સ્થિતિ

                     સંસ્થા મુખ્યત્વે સરકારી પ્રોજેક્ટ સાથે તેનું અનુદાન, પ્રચાર, પ્રસાર, માહિતી તથા સર્વે અને જનજાગૃતિ માટે જે રકમ. આવે તે ભંડોળ ગણાશે.

કલમ:- (૧૮) મતદાન નો અધિકાર – દરેક સભ્યોને મતદાન અધિકાર રહેશે.

કલમ:- (૧૯) મુખ પત્ર – સંસ્થાનો વિકાસથાય એટલે લોકોને ઉપયોગી માહિતી માર્ગદર્શન આપવા માસિક બાર પાડવું

કલમ:- (૨૦) સભ્યપદ રદ-

                  ગેરરીતી, વિવાદ, બેવફા, ખટપટી, ને રાખ્વાજ નહિ તેવા સભ્યોને બહુનીતિ જ થી દુર કરી શકાશે.

કલમ:- (૨૧) વાદવિવાદ થાયતો સમાધાન કારી વલણ થી ઉકેલ લાવવો

કલમ:- (૨૩) વિસર્જન નહિ વિલીનીકરણ.

                      આ સંસ્થા ફક્ત યોજના અને કાર્યક્રમોનું માર્ગદર્શન માહિતી આપવાં માટે છે. જયારે લોકો તૈયાર થઇ જાય ત્યારે વિસર્જન કરી આપવું.

(કલમ):- (૨૪) ઓડીટ

દર વર્ષે ભંડોળનું   ઓડીટ કરાવવું  આમ ઉપર મુજબ નું આ સંસ્થા નું બંધારણ રહેશે.

 

ખાસ નોંધ:- આ સંસ્થામાં કાયમી આજીવન હયાત રહે ત્યાં સુધી સંસ્થા ના સ્થાપક નિયામક- તરીકે હોદ્દો ધરવશે.

પ્રમુખ- ઘાંચી યાકુબભાઈ ભીખુભાઈ કોઠારિયા .પટેલ